શમીની છેલ્લી ઓવરને લીધે અમે મૅચ જીતી શક્યા : રોહિત

0
268

રોહિત શર્માનું કહેવું છે કે ઇન્ડિયાની જીતનું શ્રેય મોહમ્મદ શમીને જાય છે. રોહિતે ભલે છેલ્લા બે બૉલમાં સિક્સર મારીને ઇન્ડિયાને જીત અપાવી હોય, પરંતુ મૅચને સુપર ઓવરમાં શમીએ પહોંચાડી હતી. ગઈ કાલે રમાયેલી ત્રીજી ટી૨૦માં રોમાંચક જીત હાંસલ કરીને ટીમ ઇન્ડિયાએ ન્યુ ઝીલૅન્ડમાં પહેલી ટી૨૦ સિરીઝ જીતી લીધી છે. પ્લેયર ઑફ ધ મૅચ રહેલા રોહિત શર્માએ કહ્યું કે ‘મારા ખ્યાલથી મોહમ્મદ શમીની છેલ્લી ઓવર ઘણી મહત્ત્વની હતી. ખરું કહું તો મારી બે સિક્સરને કારણે નહીં, પરંતુ શમીને કારણે અમે મૅચ જીત્યા છીએ. શમીએ તેની ઓવરમાં ૯ રન ડિફેન્ડ કર્યા હતા, કેમ કે ઝાંકળમાં આમ કરવું સહેલું નથી હોતું. વિકેટ પણ સારી હતી અને બૅટ્સમેનો પણ સેટ થઈ ચૂક્યા હતા. કેન વિલિયમસન ૯૫ રને રમી રહ્યો હતો અને બીજો અનુભવી ખેલાડી બીજા છેડે જામેલો હતો. શમીને હૅટ્સ ઑફ છે કે તેણે છેલ્લી ઓવર નાખી અને ટીમને ગેમમાં જીવતી રાખી અને મૅચ સુપર ઓ‍વર સુધી લઈ ગયો. કેન વિલિયમસન પણ ઘણી સારી ઇનિંગ રમ્યો હતો. હા, એ વાત સ્વાભાવિક છે કે તેની ટીમ નારાજ હશે, કેમ કે તેઓ ઘણા નાના માર્જિનથી હારી ગયા, પણ અમે મૅચમાં કમબૅક કરી શક્યા એ જોઈને આગળ વધતા રહેવાનું છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here