શિવેસનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની શપથ લેશે

0
333

ભારતીય જનતા પાર્ટી (BJP) થી અલગ થયા બાદ શિવસેનાએ કોંગ્રેસ-એનસીપીની સાથે ગઠબંધન બનાવ્યું અને હવે તેના નેતૃત્વમાં સરકાર બનવા જઇ રહી છે. મુંબઇના શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમાહોર માટે જોરદાર તૈયારીઓ ચાલીરહી છે. આ સાથે આ સમારોહમાં મોટા-મોટા દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આવુ પહેલી વાર થઇ રહ્યું છે કે શિવસેનાના ઠાકરે પરિવારમાંથી કોઇ સભ્ય મુખ્યમંત્રી બની રહ્યાં છે, જેને લઇને શિવસેના તરફથી ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. શિવાજી પાર્ક મેદાનમાં ‘શનિવાર વાડા’ હેઠળ મંચ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ક્યારેક પેશ્વાઓનો ગઢ માનવામાં આવતો હતો.

ઉદ્ધવ ઠાકરે આજે લેશે મુખ્યમંત્રી પદના શપથ,મુંબઇના શિવાજી પાર્કમાં ઉદ્વવ ઠાકરે શપથ લેશે,PM મોદી, સોનિયા ગાંધીને પણ આમંત્રણ મોકલાયું.

આ સિવાય મેદાનમાં 70000 ખુરશીઓ લગાવામાં આવી છે, એક મોટો મંચ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં 100થી વધારે વીઆઇપી ગેસ્ટ બેસી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here