સરકારની સરપ્રાઈઝ ‘ગિફ્ટ…!!!ગાંધી(ના)નગરમાં દારૂ પીવાની છૂટ…!!!

0
149

ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂના સેવનની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે વિપક્ષોએ ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટને ને અયોગ્ય ગણાવી આકરા પ્રતિભાવો વ્યક્ત કર્યા છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સિટી (ગિફ્ટ સિટી) ખાતે કાર્યરત રાષ્ટ્રીયઅને આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેશ ઈકો સિસ્ટમ પ્રોવાઈડ કરાવી વેપારને વેપારને વેગ આપવા માટે પ્રોહિબિશન નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ આ મહત્ત્વના નિર્ણય મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓ, માલિકોને લીકર એક્સેસ પર પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ વાઈન અને ડાઈન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરન્ટ્‌સ, ક્લબોમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઈઝડ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટલ્સ, રેસ્ટોરન્ટસ, ક્લબોમાં જે તે કંપનીના કાયમી કર્મચારીઓની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે.
જો કે સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ ગિફ્ટ સિટી વિસ્તારની પરવાનેદાર હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબની લીકરના આયાત, સંગ્રહ તથા પીરસવા પર દેખરેખ અને નિયંત્રણ રાખશે. વિપક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારના આ નિર્ણયની આકરી પ્રતિક્રિયા આપતાં ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.