સરકારે ફસાયેલા શ્રમિકો, પર્યટકો, વિદ્યાર્થીઓ તેમના ઘરે જઈ શકે છે

0
52

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજાર 693 થઈ ગઈ છે. બુધવારે મધ્ય પ્રદેશમાં 94, આંધ્ર પ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29,પશ્વિમ બંગાળમાં 28, રાજસ્થાનમાં 19 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા મંગળવારે કોરોના સંક્રમણના એક દિવસમાં સૌથી વધારે 1902 કેસ આવ્યા હતા. અત્યાર સુધી 7747 દર્દી એટલે કે લગભગ 25% દર્દી સાજા થયા છે. 9 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા 1000 કરતા વધારે છે. દર્દીઓના સાજા થવાના કેસમાં તેલંગાણાની સ્થિતિ સૌથી સારી છે. અહીંયા 1009 સંક્રમિતોમાંથી 374, એટલે કે લગભદ 37% સાજા થઈ ચુક્યા છે. ત્યારબાદ 33% સાથે દિલ્હી બીજા નંબરે છે. 1000થી ઓછા દર્દી વાળા રાજ્યોમાં કેરળમાં 74% અને હરિયામામાં 73% દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here