સુરત : 4 મહિના પહેલાં મૃત્યુ પામેલા પુત્રના વિરહમાં માતાપિતાનો આપઘાત!

0
561

સુરતમાં પુત્રના વિરહમાં માતાપિતાએ આત્મહત્યા કરી મોત વ્હાલું કરી લેતાં હાહાકાર મચી ગયો છે. શહેરના અલથાણ વિસ્તારમાં પટેલ દંપતી દીકરાના મોત બાદ માનસિક તણાવ અનુભવતું હતું. એકના એક પુત્રના મોતથી આઘાતમાં સરી ગયેલા દંપતીએ આખરે પોતે પણ મોત વ્હોરી લીધું હતું. જ્વેલરીની દુકાન ધરાવતા અને મૂળ પાટણ જિલ્લાના પટેલ પરિવારનો માળો ત્યારે વિખાઈ ગયો હતો જ્યારે ચાર મહિના પહેલાં તેમના એક માત્ર પુત્રનું મોત થઈ ગયું હતું.આજે પટેલ દંપતીએ 22 વર્ષના પુત્રના વિરહમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આજે પુત્રની ચોથી પુણ્ય તિથી હતી ત્યારે જ માતાપિતાએ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.આત્મહત્યા કરતા પહેલાં પિતાએ પોતાના પુત્રને ફેસબુક પર શ્રદ્ધાંજલિ આપી હતી અને એક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. પોલીસને મળેલી સુસાઇડ નોટમાં આ દંપતીએ આ પગલું પુત્રના વિરહમાં ભર્યુ હોવાનું લખ્યું છે અને તેમના આ પગલાં માટે કોઈને પણ જવાબદાર ન ગણવાનો ઉલ્લેખ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here