સેક્ટર-22માં નર્સ પત્ની, શિક્ષક પતિને કોરોના પોઝિટિવ

0
84
Test tube with Corona virus name label is seen in this illustration taken on January 29, 2020. REUTERS/Dado Ruvic

ગાંધીનગર શહેરમાં 2 અને ગ્રામ્યમાં 2 નવા કેસ મળીને કોરોના પોઝિટિવના 4 દર્દી નોંધાયા છે. તેમાં મહાપાલિકા વિસ્તારમાં સેક્ટર 22માં રહેતા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ એવી 27 વર્ષિય પરિણીતા અને તેના 29 વર્ષિય શિક્ષક પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં બન્નેની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ કરવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદના ચાંદખેડામાં રહેતા કોરોનાગ્રસ્ત માતા-પિતાના સીધા સંપર્કમાં રહેલી લવારપુરની 30 વર્ષીય પરિણીતાને ક્વોરન્ટાઇન કરી હતી. ક્વોરન્ટાઇનનો સમય પૂર્ણ કર્યા બાદ પરિણીતા તેની સાસરી લવારપુર આવી હતી. જ્યાં પરિણીતાનો કોરોનાના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવવાના પગલે તેને ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિણીતાના સંપર્કવાળા 13 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here