અરબી સમુદ્રમાં સર્જાયેલ ‘કયાર’ વાવાઝોડાનો કરંટ સૌરાષ્ટ્રના દરિયામાં જોવા મળી રહ્યો છે. જેમાં દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આ સાથે જૂનાગઢના માંગરોળના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. આમ તંત્ર દ્વારા અલર્ટ સાથે માછીમારોને દરિયામાંથી પરત બોલાવામાં આવ્યાં છે.
જૂનાગઢના માંંગરોળના દરિયામાં જોવા મળ્યો કરંટ,દરિયામાં લો-ડિપ્રેશનના કારણે તંત્ર એલર્ટ,દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો
જૂનાગઢના માંગરોળના દરિયામાં જોવા મળ્યો કરંટ
જૂનાગઢના માંગરોળના દરિયામાં વહેલી સવારથી કરંટ જોવા મળી રહ્યો છે. જો કે દરિયામાં કરંટ જોવા મળતા તંત્ર સાવચેત થયું છે. 400થી વધુ માછીમારોને કાંઠે આવવા માટે સૂચના આપવામાં આવી છે. માછીમારો માટે તંત્ર દ્વારા પાસ ઇશ્યૂ કરવાના પણ બંધ કરવામાં આવ્યાં છે.
દ્વારકાના ગોમતીઘાટમાં કરંટ જોવા મળ્યો
દ્વારકાના દરિયામાં વહેલી સવારથી કરંટ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી વચ્ચે તંત્ર અલર્ટ થયું છે. ગોમતીઘાટ સહિત દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં કરંટ જોવા મળતાં ઓખા બંદરે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં કરંટ જોવા મળતાં માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઇ છે.
દિવના દરિયામાં કરંટ જોવા મળતા તંત્ર અલર્ટ થયું છે. તંત્ર દ્વારા માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોને પરત બોલવામાં આવ્યાં છે. દિવ બંદર પર તમામ માછીમારોએ બોટ લાંગરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે.