હરિયાણામાં BJP અને JJP મળીને નવી સરકાર બનાવશે

0
435

ભાજપા પ્રમુખ અમિત શાહે જાહેરાત કરી, ડિપ્ટી સીએમ પદ જનનાયક જનતા પાર્ટીને આપવામાં આવશેહરિયાણાની રાજનીતિના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે.  હરિયાણામાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party) અને જનનાયક જનતા પાર્ટી (Jan Nayak Janta Party)વચ્ચે સહમતી બની ગઈ છે. ભાજપા પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.

ભાજપા દ્વારા જનનાયક જનતા પાર્ટીને ડિપ્ટી સીએમ પદ આપવા આવશે. સૂત્રોના મતે દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala)ને ડિપ્ટી સીએમ બનાવવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગઠબંધન કરવા માટે બીજેપી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ અધવચ્ચે મુકીને દિલ્હી પરત ફર્યા હતા.

અમિત શાહે કહ્યું હતું કે, જનતાનો જનાદેશ જોઈને હરિયાણામાં બીજેપી અને જેજેપી મળીને સરકાર બનાવશે. મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું કે અમે હરિયાણામાં જેજેપી સાથે મળીને સરકાર બનાવી રહ્યા છીએ. આ પહેલા પણ અમે એકબીજાની મદદ કરતા રહ્યા છીએ. પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા જનનાયક જનતા પાર્ટીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે હરિયાણાની પ્રગતિ માટે આ નિર્ણય લેવાયો છે. પ્રદેશ માટે જે પણ કાંઈ બનશે તે જેજેપી કરવા તૈયાર છે. અમે રાજ્યપાલને મળીને આગળ નક્કી કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here