ભાજપના ધારાસભ્યોને વિધાનસભા સત્ર માટે આદેશ ક્યાંય ન જવા માટે પણ આદેશ
આપવામાં આવ્યો છે. વિધાનસભાના આ ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં સરકાર
પાંચ જેટલા બીલ લાવી શકે છે. આ માટે મુખ્ય દંડક દ્વારા ભાજપના તમામ ૧૫૬
ધારાસભ્યોને વ્હીપ આપી ાણે દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા
આદેશ અપાયો છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાને પેપરલેસ કરવાની
કામગીરી આખીર તબક્કામાં છે અને હાલ ધારાસભ્યોને ટેબ્લેટની તાલીમ આપવામાં આવી રહી છે. હવે મળનારા
વિધાનસભાના સત્રમાં દરેક ધારાસભ્યના ટેબલ ઉપર ટેબ્લેટ જોવા
મળી શકે છે અને તેના માધ્યમથી જ તેઓ સવાલ જવાબ કરી શકશે. આ ટેબ્લેટ
પ્રોજેક્ટને સફળતા મળી છે. જેને પગલે ક્યાંય પણ હવેથી કાગળનો ઉપયોગ
જોવા મળશે નહિ. નોંધનીય છે કે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગૃહને પેપરલેસ
કરવામાં તનતોડ મહેનત પણ રહી છે જે સફળ નીવડી છે.