અમદાવાદ એરપોર્ટ પરથી વોન્ટેડ આતંકી ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ વોન્ટેડ આતંકી યુસુબ અબ્દુલ વહા શેખની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસની ટીમે ધરપકડ કરી છે. યુસુબ અબ્દુલ વહાબ શેખ જેહાદી ષડયંત્રના નામે યુવકોને આતંકવાદી બનાવવાના ષડયંત્રમાં સામેલ હતો.મળતી માહિતી પ્રમાણે યુસુફ અબ્દુલ વહાબ શેખ જેહાદના નામે સોફ્ટ ટાર્ગેટ યુવાનોને આતંકવાદી બનાવવાના ષડયંત્રમાં સામેલ છે. આતંકી સંગઠનને આર્થિક મદદ સહિતના કામ કરતા સ્લિપર સેલ સાથે સંકળાયેલો યુસુફ અબ્દુલ વહાબ શેખ સાઉદી અરબના ભારત આવી રહ્યો હતો, ત્યારે જ સુરક્ષા એજન્સીઓએ તેની એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.
ઝડપાયેલો આતંકી વહાબ શેખ પર પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI, લશ્કર એ તૈબજા અને જૈશ એ મોહમ્મદની મદદથી હિન્દુ નેતાઓની હત્યા કરી આતંક ફેલાવવાનો આરોપ છે. 2003માં આ મામલે 82 લોકો સામે ગુનો નોંધાયો હતો, જેના 12થી વધુ આરોપીઓ ફરાર હતા, જેમાંથી કેટલાક વિદેશ જતા રહ્યા હતા. આ ઉપરાંત વહાબ શેખ પર હરેન પંડ્યા અને જયદીપ પટેલ પર હુમલો કરવાના ષડયંત્રનો પણ આરોપ છે.