અમદાવાદ સહિત સુરત અને રાજકોટ ની હવા બની ‘ઝેરી’……

0
262

રાજ્યમાં સતત પ્રદૂષિત હવાનો ખતરો વધી રહ્યો છે. રાજકોટમાં આજે AQI લેવલ 300ને પાર પહોંચ્યું છે. અનેક વિસ્તારોમાં ઝેરી ધુમ્મસનું સામ્રાજ્ય ફેલાયું છે, તો સુરતમાં પણ પ્રદૂષિત હવાના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. શિયાળો શરૂ થતાં દેશના મોટા શહેરોમાં હવાનું પ્રદુષણ વધ્યું છે. રાજધાની દિલ્હી બાદ ગુજરાતના શહેરોમાં પણ AQI ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. સુરત અને રાજકોટ શહેરનું પ્રદુષણ દિલ્હીની સરખામણીએ પહોંચ્યું છે. રાજકોટની હવા પણ ઝેરી બની છે. રાજકોટ શહેરમાં આજે સવારે હવાનું પ્રદુષણ 309 પર પહોંચ્યું હતું. છેલ્લા એક અઠવાડિયા થી હવામાં પ્રદુષણ વધ્યું છે. દિલ્હીમાં પ્રદૂષણની જે સ્થિતિ સર્જાય છે તેવી જ ગંભીર હવામાન પરિસ્થિતિ હવે ગુજરાતના રાજકોટ શહેરમાં જોવા મળી રહી છે. શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સતત બીજા દિવસે 300નો આંકડો પાર કરીને 309 પર પહોંચી ગયો છે, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. રાજકોટના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ઉચ્ચતમ સ્તરે નોંધાયું છે. ખાસ કરીને સોરઠીયા વાડી સર્કલ, સેન્ટ્રલ ઝોન RMC કચેરી, અને જામ ટાવર સહિતના વિસ્તારોમાં AQIનો આંક ઊંચો જોવા મળ્યો છે. અન્ય અનેક વિસ્તારોમાં પણ AQI લેવલ 200 કરતા વધુ નોંધાયું છે, જે હવાની ગુણવત્તા ‘ખરાબ’ (Poor) દર્શાવે છે.