સુરક્ષા એજન્સીઓએ કચ્છમાં આતંકીઓ ઘુસવાનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે CM રૂપાણી કચ્છની મુલાકાતે જશે. જ્યાં CM રૂપાણી અછતની પુસ્તિકાનું વિમોચન કરશે અને અછતમાં કામગીરી અંગે પુસ્તકમાં માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત ભૂજ સ્વામિનારાયણ મંદિરમાં મેઘ લાડુ અર્પણ કરશે.
આતંકી હુમલાની શક્યતાને લઈને ગુજરાતની દરિયાઈ સીમા પર એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે હાલમાં ગુજરાતના 56 નિર્જન ટાપુ પર એજન્સીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. કચ્છથી વલસાડ સુધીના નિર્જન ટાપુ પર એજન્સીઓ નજર રાખી રહી છે. સાથે જ ગુજરાત મરીન પોલીસે ટાપુની સુરક્ષામાં વધારો કર્યો છે. નિર્જન ટાપુ પર આતંકીઓ છુપાવા માટેના સોફટ ટાર્ગેટ છે.