રાજ્યમાં કુલ 12141 દર્દી, 719 મોત અને 5043 દર્દી સાજા થયા છે. નવા 25 મૃત્યુમાં 9 દર્દીના માત્ર કોરોનાથી જ્યારે 16 દર્દીના મોત કોરોનાની સાથે અન્ય બિમારી હોવાના કારણે થયા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. આ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં કો ઓપરેટિવ બેન્ક્સના માધ્યમથી એક લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે.