Home News Gujarat ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ…..

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ…..

0
678

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આગામી 3 કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 3 કલાક સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના છ જિલ્લામાં આગામી 2 કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી આગાહી કરવામાં આવી હતી.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની તો ભરૂચ, સુરત, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ અહીં 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.