ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ…..રાધાકૃષ્ણન અને સુદર્શન વચ્ચે સીધો મુકાબલો

0
252

17માં ઉપરાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે આજે સંસદ ભવનમાં મતદાન શરૂ થયું છે. આ મતદાન પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. પીએમ મોદીએ સૌથી પહેલા મતદાન કર્યું. આ વખતે મુકાબલો એનડીએના ઉમેદવાર સી પી રાધાકૃષ્ણનન અને ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી વચ્ચે છે. લોકસભાના 542 અને રાજ્યસભાના 239 સભ્યો મતદાન કરશે. મતગણતરી સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. દેશની 17મી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે સંસદ ભવનમાં મતદાન થઈ રહ્યું છે. વોટિંગ પ્રક્રિયા સવારે 10 વાગે શરૂ થઈ. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ત્યારે આ વખતે એનડીએ કે ઈન્ડિયા બ્લોક કોનું પલડું ભારે છે તે પણ જાણવા જેવું છે.