મારા નહીં તમારા ‘બાપ’ના નામે વોટ માંગીને બતાવો, શિવસેના પર અમારો હક: ઉદ્ધવ

0
329

મહારાષ્ટ્રમાં રાજકીય વાવંટોળ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાની તૂટેલી પાર્ટીને બચાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. આજે તેમણે દાદરમાં શિવસેના ભવનમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. જ્યારે તેઓ આ સભામાં પહોંચ્યા ત્યારે શિવસૈનિકોએ તેમના સમર્થનમાં જોરથી નારા લગાવ્યા હતા. ઉદ્ધવે પણ હાથ ઊંચો કરીને અભિવાદન કર્યું. બેઠકમાં પાર્ટીએ શિવસેના સામે બળવો કરીને ગુવાહાટીમાં બેઠેલા એકનાથ શિંદે જૂથ સામે કડક નિર્ણય લીધો છે. ઉદ્ધવે કહ્યું કે એકનાથ હવે દાસ બની ગયા છે. પક્ષના તમામ નિર્ણયો લેવાનો અધિકાર ઉદ્ધવ ઠાકરેને રહેશે. ‘મારા નહીં, તમારા પિતાના નામે વોટ માંગીને બતાવો’
ઉદ્ધવે કહ્યું કે જો શિંદેમાં હિંમત હોય તો પોતાના બાપના નામ પર વોટ માંગીને બતાવે. અત્યાર સુધી તેમને શિવસેના અને બાળાસાહેબ ઠાકરેના નામે વોટ મળ્યા છે. બીજી તરફ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી છે. આ ઓફિસ થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં આવેલી છે.

બળવાખોર ધારાસભ્યોના ગ્રુપને નોટિસ
બળવાખોર ધારાસભ્યોની માન્યતા રદ કરવા શિવસેના દ્વારા ડેપ્યુટી સ્પીકરને અરજી કરવામાં આવી હતી. જેના પર આજે ડેપ્યુટી સ્પીકરે તમામ બળવાખોર 16 ધારાસભ્યોને નોટિસ મોકલી છે. તેઓએ તેમના સત્તાવાર ઈમેલ આઈડી પરથી સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં આ નોટિસનો જવાબ આપવાનો રહેશે. જો તે જવાબ ન આપે તો તેમણે હાજર થવું પડશે.

ઉદ્ધવ ઠાકરેના શિંદે પર પ્રહાર
સેના ભવનમાં શિવસૈનિકોને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે અમે એકનાથ શિંદેને મોટી જવાબદારી આપી હતી. બાળાસાહેબ ઠાકરેના નામ વગર વોટ માંગીને બતાવો. શિવસેના બાળાસાહેબ ઠાકરેની હતી અને તેમની સાથે રહેશે. શિવસેના મરાઠી ઓળખ અને હિન્દુત્વ માટે લડતી રહેશે. ઉદ્ધવે કહ્યું, મારા પિતા નહીં, તમારા પિતાના નામે વોટ માંગીને બતાવો. ઉદ્ધવે કહ્યું કે પહેલા નાથ હતા પણ હવે ગુલામ બની ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here