ઍર રાઇફલમાં બ્રૉન્ઝ મેડલ જીતી ઑલિમ્પિકમાં એન્ટ્રી મેળવી શૂટર દીપકે

0
1186

૧૪મી ઍશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે પુરુષોની દસ મીટર ઍર રાઇફલમાં ભારતના શૂટર દીપક કુમારે બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેણે ભારત માટે ટોક્યો ઑલિમ્પિકમાં એન્ટ્રી કરવાની ટિકિટ પણ પ્રાપ્ત કરી લીધી છે.
દીપકે ટુર્નામેન્ટના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં કુલ ૬૨૬.૮ પૉઇન્ટ્સ બનાવીને ત્રીજા સ્થાને રહીને આઠ ખેલાડીઓના ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ભારત આ ચૅમ્પિયનશિપ પહેલાં ટોક્યો માટે નવ કોટા મેળવી ચૂક્યું છે તથા એ એશિયન ક્ષેત્રમાં ચીન (૨૫ કોટા), કોરિયા (૧૨) અને યજમાન જપાન (૧૨) બાદ ચોથા નંબર પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here