એક લાખ રૂપિયાની લોનના ફોર્મ લેવા લોકોના ટોળેટોળા

0
948

ગુજરાત સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ જાહેર કરેલા રૂપિયા 5000 કરોડના આર્થિક પેકેજ અંતર્ગત નાના વેપારીઓને બેંકના માધ્યમથી એક લાખ રૂપિયા સુધીની લોન આપવા માટેની યોજનાનાં ફોર્મ આપવાની બેંકો દ્વારા શરૂઆત કરાઈ છે.આ લોન નાના દુકાનદારો, વ્યક્તિગત વ્યવસાયિકો, વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઇલેક્ટ્રિશીયન કરનારા કારીગરો, ફેરિયા વગેરેને મળશે. રૂપિયા 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકા વ્યાજે ત્રણ વર્ષ માટે મળશે. આ લોન સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટિવ બેન્કો તથા ક્રેડિટ સોસાયટીઓ આપશે. લોન માટે અરજી કરનારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સત્તામંડળના કર્મચારી ન હોવા જોઇએ કે કોઈપણ બેંકના કર્મચારીઓ ન હોવા જોઈએ. સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓમાં કરાર આધારિત નોકરી ન હોવી જોઇએ. 01-01-2020 ના રોજ ચાલુ હોય એવા જ વ્યવસાય કરતા લોકો લોન માટે અરજી કરી શકે છે.આ લોન ત્રણ વર્ષ માટે આપવામાં આવશે. વાર્ષિક 8%નાં વ્યાજદરે લોન આપવામાં આવશે, જેમાંથી 6% વ્યાજ રાજ્ય સરકાર અને 2% વ્યાજ લોન લેનારે ભોગવવાનું રહેશે. લોન શરૂ થવાના 6 મહિના સુધી કોઈ હપ્તાની ચૂકવણી કરવાની રહેશે નહી. 6 મહિના પછી 30 સરખા હપ્તામાં ચૂકવણી કરવાની રહેશે.આ અંગેના ફોર્મ 31-08-2020 સુધીમાં ભરીને બેંકમાં જમા કરાવી શકાશે. 31-10-2020 સુધીમાં તમામ અરજીનો નિકાલ કરી દેવામાં આવશે. 15-11-2020 સુધીમાં લોનની રકમ મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here