કંગના રનૌત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટની અરજી રદ

0
490

બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તર ના માનહાનિ કેસમાં મુંબઈની એક કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય કંગનાના પક્ષમાં ગયો છે. વાસ્તવમાં જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. જાવેદે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ કંગના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા માટે અરજી કરી હતી. મંગળવારે કોર્ટે તેમની માંગને ફગાવી દીધી હતી અને આ મામલે સુનાવણી માટે નવી તારીખ આપી હતી.

ANI અનુસાર જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે કહ્યું, `કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગને ફગાવી દીધી છે. આગામી સુનાવણી 1 ફેબ્રુઆરીએ અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. વર્ષ 2020માં જાવેદ અખ્તરે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન કંગના દ્વારા આપવામાં આવેલા કેટલાક નિવેદનોને લઈને અંધેરી કોર્ટમાં માનહાનિની ​​ફરિયાદ દાખલ કરી હતી.`

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here