કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

0
223

સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા રાજ્યના ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડીયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે. શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી નિકોલ સુધી તિરંગા યાત્રા યોજાશે.તિરંગા યાત્રાને પગલે રૂટ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.. ફુવારા સર્કલ થઈ ઓઢવ રિંગ રોડ તરફ જતો તથા ઓઢવ રિંગ રોડ તરફથી ફુવારા સર્કલ તરફ આવતો પૂર્વથી પશ્ચિમ તરફનો 300 મીટર જેટલો માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે. શહેરના પૂર્વ વિસ્તારમાં યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાવાના હોવાથી સમગ્ર તિરંગા યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સમગ્ર રૂટ ઉપર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી ક્યાંય પણ ભીડભાડ ન થાય તેને ધ્યાનમાં રાખી 1000થી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓ હાજર રહેશે. બપોરે ત્રણ વાગ્યાથી વિરાટનગર પૂર્વ ઝોનની ઓફિસથી કેનાલ થઈને ખોડીયાર નિકોલ મંદિર સુધીના રોડ વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.