કોંગ્રેસની વિધાનસભા કૂચ પર વોટર કેનનથી પાણીમારો……..

0
906

આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી. જોકે થોડી આગળ ચાલેલી કૂચ પર પોલીસે વોટર કેનનથી પાણીમારો કરીને કૂચને આગળ વધતી અટકાવવામાં આવી હતી. તેમાંથી અમિત ચાવડા, ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ વાહનો પર પથ્થરમારો થયો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વિધાનસભા તરફ કૂચનો પ્રારંભ કર્યો હતો. અહીં વિવિધ મુદ્દે સરકાર સામે માંગણી કરવામાં આવી છે. વિધાનસભા ગેટ 2 પર યુવા કોંગ્રેસના કેટલાક કાર્યકરો પહોંચી ગયા હતા પરંતુ તેમની પણ પોલીસે અટકાયત કરી હતી.
સત્યાગ્રહ છાવણી ખાતે વિધાનસભા કૂચ પહેલા કોંગી ધારાસભ્યો, નેતાઓ સહિતના કોંગ્રેસના નેતા એકઠા થયા હતા અને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સરકારને ઘેરવા માટે રાજ્યભરમાંથી કોંગી કાર્યકરો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. અહીં કોંગ્રેસના આગેવાનોએ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. બેનર સાથે સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરવા માંડી છે. જેને લઈને આક્રોશમાં આવેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો. આ ઉપરાંત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યાં છે. કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ‘ગાંધી લડે ગોરો સે, હમે લડેંગે ચોરો સે’ ના સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here