કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

0
266

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ ચોથી યાદી જાહેર કરી છે. જેમાં દ્વારકાથી માલુબાઇ કંડોરિયા, તલાલાથી માનસિંહ ડોડિયા, કોડિનાર (એસ.સી)થી મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્યથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઇસ્ટથી બળદેવ મંજીભાઇ સોલંકી, બોટાદથી રમેશ મેર, જંબુસરથી સંજય સોલંકી, ભરૂચથી જયકાંતભાઇ બી પટેલ અને ધરમપર (એસટી)થી કિશનભાઇ વેસ્તાભાઇ પટેલનું નામ સામેલ છે. ગુજરાત કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 નામ જાહેર કર્યા હતા ત્યારબાદ બાજી યાદીમાં 46 અને ત્રીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આજે ગુજરાત કોંગ્રેસે ચોથી યાદી જાહેર કરી છે અને તેમા કુલ 9 નામો જાહેર કર્યા છે. આમ ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ કુલ 104 ઉમેદવારો જાહેર કર્યા છે