કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો….

0
135

મજૂર દિવસ એટલે કે, 1 મેથી એલપીજી સિલિન્ડરના ભાવ ઘટી ગયા છે. દિલ્હીથી લઈને બિહાર અને યૂપી સહિત કેટલાય શહેરોમાં એલપીજી સિલિન્ડરના ભાવ ઘટી ગયા છે. નવા રેટ ગેસ કંપનીઓ તરફથી પોતાની વેબસાઈટ પર અપડેટ કરી દેવામાં આવ્યા છે. કાનપુર, પટના, રાંચી અને ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરના ભાવ 171.50 રૂપિયા સસ્તો થઈ ગયો છે. આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડરના ભાવ પર થયો છે.

આજે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1856.50 રૂપિયા છે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1808.50 રૂપિયા છે. કોલકાતામાં કિંમત 1960.50 રૂપિયા અને ચેન્નાઈમાં આ ભાવ 2021.50 રૂપિયા ઈ ચુકી છે. બીજી તરફ 14.2 કિલો રસોઈગેસવાળા સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિને બદલાતા રહે છે. એપ્રિલમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા હતા. 1 એપ્રિલે તેના ભાવમાં 92 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. જો કે, આ અગાઉ એક માર્ચ 2023ના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350 રૂપિયાનો વધારો થયો હતો. તો વળી એક વર્ષ પહેલા મે 2022માં એલપીજી કો. સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 2355.50 રૂપિયા સુધી પહોંચી ગયા હતા અને આજે ઘટીને 1856.50 રૂપિયા સુધી પહોંચી ચુક્યા છે. તેનો અર્થ એ છે કે, દિલ્હીમાં 499 રૂપિયાનો ઘટાડો થયો છે.