આજે 1 MAY – ગુજરાત સ્થાપના દિવસ..

0
173

1 મે 1960ના બૉમ્બે સ્ટેટથી અલગ થઈને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. તેની સાથે જ દેશના માનચિત્રમાં મહારાષ્ટ્ર રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું હતું. મહાગુજરાત આંદોલન બાદ ગુજરાત રાજ્ય બનવાનો માર્ગ મોકળો થયો હતો. તેનો શ્રેય ઈંદુલાલ યાજ્ઞિકને જાય છે. તેઓ લોકોમાં ઈંદુચાચાના નામથી લોકપ્રિય હતા. આઝાદીના થોડા વર્ષો બાદ અલગ ગુજરાત રાજ્યની માગ ઉઠવા લાગી હતી. વર્ષ 1955-56ની આસપાસ આ માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નેહરુ પ્રધાનમંત્રી હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. તેની સાથે જ 1 મે દરમ્યાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું.ગુજરાત રાજ્યની સ્થાપના સાથે ડો. જીવરાજ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા અને અમદાવાદ રાજ્યની પ્રથમ રાજધાની બની. બે વર્ષ રાજ્યમાં પહેલી વિધાનસભા ચૂંટણી થઈ તો, વિધાનસભમાં કોંગ્રેસને 113 સીટ પર જીત મળી. સ્વતંત્રતા પાર્ટીને 26 અને પ્રજા સોશલિસ્ટ પાર્ટીને 7 અને નૂતન મહાગુજરાત પરિષદને ફક્ત 1 સીટ મળી. પાર્ટીને 7.74 ટકા વોટ મળ્યા. ગુજરાત રાજ્યના નિર્માતા ઈંદુલાલ યાજ્ઞિતની પાર્ટી જનતા પરિષદને સફળતા મળી નહીં. સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા યાજ્ઞિક અમદાવાદથી કેટલીય વાર લોકસભા માટે ચૂંટાઈ આવ્યા. ગુજરાતના વરિષ્ઠ સમાજશાસ્ત્રી ડો. જયેશ શાહ કહે છે કે, નિશ્ચિતપણે ગુજરાતે છેલ્લા છ દાયકામાં વિકાસની એક લાંબી યાત્રા ખેડી છે. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના છે. આ અગાઉ મોરારજી દેસાઈ પણ ગુજરાતી વડાપ્રધાન બન્યા હતા. ગાંધી અને પટેલ તરફથી આ ભૂમિને અલગ રાજ્યના દરજ્જા માટેનો શ્રેય ઈંદુચાચાને આપે છે. તે આંદોલનકારી તરીકે સફળ રહ્યા, પણ તેઓ રાજનીતિમાં પોતે જીતી ગયા પણ તેમની પાર્ટીને મોટી સફળતા મળી નહીં.