ગાંધીનગરમાં આજથી ‘પ્રવાસ 5.0’ મલ્ટીમોડલ મોબિલિટી સમિટનો પ્રારંભ…..

0
123

ગાંધીનગરમાં આજે દેશની અગ્રણી ‘પ્રવાસ 5.0’ (Prawaas 5.0) મલ્ટીમોડલ પેસેન્જર મોબિલિટી સમિટનો ભવ્ય પ્રારંભ થયો છે. ત્રણ દિવસીય આ પ્રતિષ્ઠિત સમિટમાં જાહેર પરિવહન ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટ મોબિલિટી, ગ્રીન એનર્જી અને ભવિષ્યના પરિવહન મોડલ અંગે વ્યાપક ચર્ચા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાંથી પરિવહન ઉદ્યોગ સાથે જોડાયેલી અગ્રણી કંપનીઓ, ટેક્નોલોજી નિષ્ણાતો, વાહન ઉત્પાદકો, સરકારી અધિકારીઓ તેમજ નીતિ નિર્માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.

સમિટમાં ઇલેક્ટ્રિક બસો, હાઇડ્રોજન આધારિત પરિવહન, સ્માર્ટ ટિકિટિંગ સિસ્ટમ, AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (ITS), ઓટોમેટેડ ફ્લીટ મેનેજમેન્ટ અને પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહન માટે વિકસાવવામાં આવેલી નવીન ટેક્નોલોજીનું જીવંત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિવિધ કંપનીઓ દ્વારા ભવિષ્યના પરિવહન માટે તૈયાર કરવામાં આવેલા આધુનિક મોડેલો અને ડિજિટલ સોલ્યુશન્સ પણ રજૂ કરવામાં આવ્યા છે, જે દેશના શહેરી પરિવહનને વધુ સુરક્ષિત, ઝડપી અને ટકાઉ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.