ગાંધીનગર મહાનગરપાલિકાની બાગાયત શાખાએ શનિવારે સેક્ટર-22માં આવેલા પંચદેવ મંદિર સામે સિંદુર વનનું નિર્માણ કર્યું છે. ‘એક પેડ માં કે નામ 2.0’ અને ‘કેચ ધ રેઈન’ પહેલ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
7000 ચોરસ મીટર વિસ્તારમાં 5000 સિંદુરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદુર’ની સફળતા અને સૈનિકોની શૌર્યગાથાની યાદગીરી રૂપે વિકસાવવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં સિંદુરનું આધ્યાત્મિક મહત્વ છે. ભગવાન હનુમાનને સિંદુર પ્રિય હોવાથી શનિવારે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.






