ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં ચોરી….

0
191

જો ગુજરાતના સરકારના મંત્રીઓને ત્યાં જ ચોરી થતી હોય તો પછી સામાન્ય નાગરિકોના ઘર ચોરો માટે સરળ ટાર્ગેટ બની રહે. હાલ ગાંધીનગરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં મંત્રી કુંવરજી બાવળિયાન ઓફિસમાં જ ચોરી થયાનો ઘાટ ઘડાયો છે. આ ઘટનાથી એવું કહી શકાય કે, ગાંધીનગરમાં મંત્રીમંડળની ઓફિસ પણ સુરક્ષિત નથી.કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઓફિસમાંથી મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે. ગત 18 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના એક વેપારી મંત્રી કુંવરજી બાવળિયાને મળવા આવ્યા હતા. મંત્રીઓને મળવા આવનાર મુલાકાતીઓના મોબાઇલ ફોન બહાર મુકવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના કુડાસણમાં વેપાર કરતાં હમીરભાઈનો મોબાઇલની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી છે. આ અંગે ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં 28 હજારના મોબાઇલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.