ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં કોરોનાના બે કેસો સામે આવ્યા

0
718

ગુજરાતમાં અત્યાર સુધીમાં 33 જિલ્લામાંથી 31 જિલ્લા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લાના કોરોના મુક્ત રહ્યા હતા. જોકે, આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના બે કેસો સામે આવતાં હવે ફક્ત અમરેલી જિલ્લો જ કોરોના મુક્ત રહ્યો છે. આજે ભેંસાણમાં બે કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે.

ભેંસાણ CHC સેન્ટરની બે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યા છે. જૂનાગઢ DDO પ્રવીણ ચૌધરીએ ટેલીફોનીક માહિતી આપી છે. હાલ જૂનાગઢ ગ્રીન ઝોનમાં છે, ત્યારે બે કેસ આવતા તંત્ર દોડતું થયું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 5804 કેસો નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 4076 કેસો નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 319 લોકોના મોત થયા છે. જ્યારે 1195 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here