ગુજરાતમાં અદાણીએ CNGના ભાવમાં વધારો,85.89 રૂપિયા નવો ભાવ

0
463

ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર ધંધાને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સીએનજી ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. નવા ભાવવધારા સાથે અદાણી CNGનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 85.89 ઉપર પહોંચ્યો છે. CNGનો ભાવ 83.90 રૂપિયા હતો તે વધીને 85.89 રૂપિયા રહેશે. સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here