Home News Gujarat ગુજરાતમાં ગરમી યથાવત રહેશે !

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે !

0
762

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ- પશ્ચિમના પવન ફૂંકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. તેમજ આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં અમદાવાદ, અમરેલી, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મોરબી, મહેસાણા, નર્મદા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.