ગુજરાતમાં રવિવાર સુધી ભારે વરસાદની આગાહી

0
1455

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના અમુક વિસ્તાર સહિત પૂર્વી રાજસ્થાન અને પશ્વિમી મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી પડી છે. મધ્યપ્રદેશમાં 11 જિલ્લાઓમાં ભારે વરસાદના લીધે રેડ એલર્ટ છે. ભોપાલમાં આ વર્ષે વરસાદે 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 24 કલાકમાં મેઘાલયના ચેરાપૂંજીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ જૂનથી અત્યાર સુધીમાં દેશમાં સામાન્યથી 4 ટકા વધારે વરસાદ નોંધાયો છે. 9 રાજ્યોમાં સામાન્યથી વધારે વરસાદ થયો છે જ્યારે 16 રાજ્યોમાં સામાન્ય વરસાદ થયો છે.

5 અને 16 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના દાહોદ તેમજ મહિસાગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે.

સામાન્ય રીતે જૂનથી 14 સપ્ટેમ્બર સુધી દેશમાં સામાન્ય વરસાદનો આંકડો 801 મિલીમીટર હોય છે પરંતુ અત્યાર સુધી 835 મિલીમીટર પાણી વરસી ચૂક્યું છે. મતલબ દેશભરમાં સામાન્યથી 4 ટકા વધારે વરસાદ થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 9 રાજ્યોમાં 23થી 35 ટકા વધારે વરસાદ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here