ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ માટેની વાર્ષિક બજેટ ફાળવણી

0
303

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આંશિક/સંપૂર્ણપણે Gujarat માં આવતા પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ 2009-14ના સમયગાળામાં રૂ. 589 કરોડ પ્રતિ વર્ષ હતી, જે વર્ષ 2023-24માં 14 ગણી કરતા પણ વધીને રૂ. 8,332 કરોડ થઈ છે.
મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી પૂરી પાડી
ગુજરાત માટે કાર્યાન્વિત થનારા પ્રોજેક્ટ્સની સરેરાશ લંબાઈનો આંક પણ 1.41 ગણો વધીને 2014-23 દરમિયાન 186 કિ.મી. પ્રતિ વર્ષ થયો છે, જે અગાઉ 2009-14ના ગાળામાં 132 કિ.મી. પ્રતિ વર્ષ હતો. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ગુજરાતમાં રેલવેના પડતર તેમજ પ્રવર્તમાન પ્રોજેક્ટ્સ અંગે કરેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલવે, સંદેશાવ્યવહાર અને ઈલેક્ટ્રોનિક્સ તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે 2 ફેબ્રુઆરી, 2024ના રોજ આ માહિતી પૂરી પાડી હતી.