ગુજરાતમાં હજીયે કમોસમી વરસાદનું સંકટ..!!!

0
320

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત્ રહ્યું છે. ભરઉનાળે જાણે અષાઢી માહોલ જામ્યો હોય એમ કચ્છના નખત્રાણામાં અઢી ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો અને એને કારણે નખત્રાણાના મુખ્ય બજારમાં વરસાદનાં પાણી ફરી વળ્યાં હતાં. ગઈ કાલે  ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ૪૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી ૪૧ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં કચ્છના નખત્રાણા તાલુકામાં બપોરે બેથી ચાર વાગ્યાના બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ સાથે કુલ અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં ૪૧ લગભગ પોણાબે ઇંચ, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દોઢ ઇંચથી વધુ, જામનગરના કાલાવડમાં દોઢ ઇંચ જેટલો અને જૂનાગઢ જિલ્લાના માળળિયા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત કેશોદ, જૂનાગઢ શહેર અને તાલુકામાં, પડધરી, તલાલા, સુબીર અને વંથલીમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.