ગુજરાતમાં 13 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી…

0
186

ગુજરાતમાં ફરી એકવાર વાદળા બંધાયા છે. ગુજરાતમાં 13 એપ્રિલથી કમોસમી વરસાદની આગાહી છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત અને ગીર સોમનાથમાં માવઠું થશે. તો 14-15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ગીર પંથકમાં વરસાદની આગાહી છે.

એપ્રિલ મહિનો આકરો જવાનો છે. ગરમી ગઈ અને ફરી વરસાદનો સમય આવ્યો છે. એપ્રિલમાં ભર ગરમીએ વરસાદની આગાહી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે ગરમીની આગાહી કરી છે. જેને કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે. 12 થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવશે. ગુજરાતમાં ફરી એકવાર વાદળો છવાશે અને જોરદાર વરસાદ આવશે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે.