ગુજરાત પર મંડરાઈ રહ્યાં છે ચિંતાના વાદળો. ફરી એકવાર ગુજરાત બના ખેડૂતોને પડી શકે છે માવઠાનો માર. ફરી એકવાર ખેતરો થઈ શકે છે ખેદાન-મેદાન. કાળા ડિંબાગ વાદળો ઉભો કરી રહ્યાં છે ગુજરાતમાં ડરામણો માહોલ! જેને કારણે ફરી એકવાર ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં ફરી ઉભી થઈ છે સૌથી મોટી ઘાત. જેને કારણે ફરી એકવાર ખેડૂતોના જીવ પડીકે બંધાયો છે. વારંવાર વાતાવરણમાં આવતો પલટો ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતાં વરસાદ પડવાની શક્યતા છે. આજે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદ થઇ શકે છે. દ્વારકા, કચ્છ, ગીરસોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હજુ આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.