ગુજરાતી પાટીદાર ઉદ્યોગપતિની મુંબઈમાં ગોળી મારીને હત્યા…

0
311

મૂળ કચ્છના રાપરના રહેવાસી અને હાલ મુંબઈ સ્થિત વાગડના રીયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિની હત્યા કરાઈ છે. રાપર તાલુકાના સાંય ગામના વતની સવજી ગોકર મંજેરીની નવી મુંબઈમાં ઘાતકી હત્યા કરાઈ છે. ચાર ગોળી મારીને હત્યા કરાતા મુંબઈ સાથે સમગ્ર વાગડ પંથકમાં ચકચાર મચી ગી છે. શૂટરોએ સવજી મંજેરીને તેમની ગાડીમાં જ ગોળીઓ ધરબી દીધીહતી. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. હાલ આ મામલે મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 65 વર્ષીય બિલ્ડર સવજી ગોકર મંજેરી મૂળ કચ્છના રાપરના સાંય ગામના વતની હતી. તેઓ મુંબઈમાં જાણીતા બિલ્ડર છે. જેઓ વસ્તા અને ઈમ્પીરિયા ગ્રૂપ સાથે સંકળાયેલા છે. બુધવારે સાંજે સાડા પાંચથી 6 વાગ્યાના અરસામાં તેઓ પોતાની કારમાં નેરુલ સેક્ટર 6 અપના બજારની સામે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મોટરસાઈકલ પર આવેલા બે લોકોએ તેમની કારને અટકાવી હતી. તેઓએ સવજીભાઈ પર ગોળીબાર કર્યો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સવજીભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.