ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે તેવામાં કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સંપુર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજા વેવમાં નાગરિકો પ્રાણીઓની જેમ મર્યા તેવું ન થાય તે માટે તંત્ર અત્યારથી જ જરૂરી તમામ સામગ્રી માટેની તૈયારીઓ કરી રહ્યું છે. ગત્ત વેવમાં જે પણ વસ્તુની અછત સર્જાઇ હતી તે તમામ વસ્તુઓ અત્યારથી જ સ્ટોક કરવાની સાથે સાથે તે દવાઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. તે અંગેની તૈયારીઓ આરંભી દેવાઇ છે. ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે તેવામાં કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સંપુર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજા વેવમાં નાગરિકો પ્રાણીઓની જેમ મર્યા તેવું ન થાય તે માટે તંત્ર અત્યારથી જ જરૂરી તમામ સામગ્રી માટેની તૈયારીઓ કરી રહ્યું છે. ગત્ત વેવમાં જે પણ વસ્તુની અછત સર્જાઇ હતી તે તમામ વસ્તુઓ અત્યારથી જ સ્ટોક કરવાની સાથે સાથે તે દવાઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. તે અંગેની તૈયારીઓ આરંભી દેવાઇ છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી રહેલા કોરોનાના કેસો મામલે સરકાર સતર્ક થઇ ચુકી છે. કોરોનાના કેસો વધે અને હોસ્પિટલાઈઝેશન વધે તો એવી સ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ મોડમાં છે. કોરોનાની બીજી લહેર વખતે ઉભી થયેલી સમસ્યા ના સર્જાય એ માટે દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધાઓનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. દર્દીઓની સંખ્યા વધે અને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો તેને પુરી કરવા તંત્ર દ્વારા અત્યારથી જ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે.