ગેરકાયદેસર મિલકતો હવે NA અને BU વગર પણ કાયદેસર થશે

0
1609

ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે ગૃહમાં ગુજરાત જમીન મહેસુલ તૃતીય સુધારા બિલ સર્વાનું મતે પસાર થયુ છે. જેનાથી ખાનગી જમીન પર બનેલી ગેરકાયદેસર સોસાયટી કાયદેસર કરાશે. મનપા અને નગરપાલિકા વિસ્તારમાં આ અધિનિયમ લાગુ પડશે. બીયું પરમિશન કે એનએ કર્યા વિનાની સોસાયટી કાયદેસર કરાશે. સરકારે આજે એક બિલ પાસ કરી દીધું છે. જેમાં ખાનગી જમીનમાં બનેલી ગેરકાયદેસર સોસાયટીઓ પણ કાયદેસર થઈ જશે. આ બિલથી વર્ષો પહેલા 100ના સ્ટેપ આધારે મકાન ખરીદનાર લોકોને પણ ફાયદો થશે. જોકે આ તમામ બાબતો કાયદેસર કરતા પહેલા રાજ્ય સરકાર અગાઉના વેરા વસુલ કરશે. કોંગ્રેસ ધારાસભ્યોએ ગામડાના સરકારી વાડાને પણ રેગ્યુલાઈઝ કરવાનું સૂચવ્યું હતુ. આજે વિધાનસભામાં ત્રણય બિલ ચર્ચા બાદ સર્વાનુંમતે પસાર થયા.

કાયદાના અમલમાં સામાન્ય લોકોને હક્ક રેકર્ડ પર નોંધવામાં પડતી સમસ્યા જેવી કે માંડવાળ ફી અને અન્ય રકમોને 90 દિવસમાં ભરવા અંગેની જોગવાઈ કરવામાં આવેલી હતી. હવે આ જોગવાઈમાં ફેરફાર કરીને 365 દિવસમાં 4 હપતામાં જ નાણાં ભરી શકાય તેવી નવા બિલમાં જોગવાઈ કરાઈ છે. જેને પગલે નાના ક્ષેત્રવાળી જમીનોના મિલકતધારકો પણ હવે સરળ 4 હપતામાં અને 365 દિવસ જેટલી લાંબી મુદતમાં પોતાની રકમ સરકારમાં ભરપાઈ કરી મિલકતને રેકર્ડ ઓફ રાઈટના નામોમાં દાખલ કરી સરળતાથી પ્રોપર્ટી કાર્ડ મેળવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here