ગેરહાજરી જણાય તો અડધી રજા ઉધારી દેવાનો પરિપત્ર જારી…!!!?

0
748

સચિવાલયની કચેરીઓમાં કાર્યરત કર્મચારીઓ દસ મિનિટ પણ મોડા પડશે તો અડધી રજા જણાવાયું છે કે કચેરી કાર્યપદ્ધતિની
પુસ્તિકા પ્રમાણે સવારે ૧૦.૩૦ થી ૬.૩૦ સુધી નિયમિત હાજર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં
જ મળેલ સચિવોની રિવ્યુ બેઠકમાં કચેરી સમય દરમિયાન કર્મચારીઓ, અધિકારીઓ, નિયમિત પોતાની ફરજના સ્થળે
હાજર રહેતા ન હોવા અંગે તથા કામગીરીમાં પણ વિલંબ થતો હોવાનું ધ્યાને આવતાં આ નિર્ણય
લેવાની ફરજ પડી છે. સરકારી વિભાગોમાં કર્મચારીઓ, અધિકારીઓની ગેરહાજરી હોવાની સતત ફરિયાદો ઉઠતી રહી છે. જેને
પગલે લેવાયેલ નિર્ણય મુજબ જે કર્મચારી, અધિકારી એક મહિનામાં બે વખત નિયત સમય કરતાં મોડા આવશે કે વહેલા જશે અને ત્રીજી
વખત પણ તેમ કરતાં જણાશે તો અડધા દિવસની રજા ઉધારી દેવામાં આવશે. નાણાં વિભાગ દ્વારા જારી થવાના મુદ્દે સચિવાલય સંકુલમાં
તર્કવિતર્ક સર્જાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here