‘જવાન’નું જોર વધારવા યશ અને પૃથ્વીરાજ મેદાને ઉતર્યાં ….

0
361

પઠાણ બાદ જોરમાં આવી ગયેલા શાહરૂખ ખાને આગામી ફિલ્મ જવાનને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્લોકબસ્ટર બનાવવા કમર કસી છે. જવાનના ટ્રેલરને બુર્ઝ ખલીફા પર રિલીઝ કરવાની તૈયારીઓ હાથ ધરવાની સાથે શાહરૂખે ઈન્ડિયન બોક્સઓફિસ પર ‘પઠાણ’વાળી કરવા કમર કસી છે. શાહરૂખ ખાન સહિત બોલિવૂડના કોઈ સ્ટારનો પાવર સાઉથ ઈન્ડિયન થીયેટરમાં ચાલતો નથી. શાહરૂખે આ માન્યતાને તોડવા માટે અનોખી સ્ટ્રેટેજી અજમાવી છે. જેમાં સાઉથના સ્ટાર્સ પાસે જ પઠાણનું ડબિંગ કરાવવામાં આવ્યું છે. જવાન માટે કન્નડ વર્ઝનનું ડબિંગ યશે કર્યું છે અને પૃથ્વીરાજે મલયાલમ ડબિંગ કર્યું છે.

સાઉથના સેલિબ્રિટી ડાયરેક્ટર એટલી અને શાહરૂખ ખાનની જવાન સાતમી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે અને અને આ ફિલ્મ અંગે સતત નવા અપડેટ આવી રહ્યા છે. રિસેન્ટ રિપોર્ટ્સ મુજબ, કન્નડના સુપરસ્ટાર અને કેજીએફથી દેશભરમાં જાણીત બનેલા યશ તથા મલયાલમ ફિલ્મના એક્ટર-ફિલ્મમેકર પૃથ્વીરાજ સુકુમારન પણ શાહરૂખની જવાનમાં જોડાયેલા છે. આ બંને સ્ટાર્સે કન્નડ અને મલયાલમ વર્ઝન માટે ડબિંગ કરાવ્યું છે. જવાનનું ટ્રેલર 28 ઓગસ્ટે રિલીઝ થવાની શક્યતા હતી. IMDB પર જવાનના પેજમાં સ્પેશિયલ થેન્ક્સ લિસ્ટમાં કરણ જોહરની સાથે પૃથ્વીરાજ સુકુમારન અને યશના નામ પણ હતા. જેના કારણે આ બંને સ્ટાર્સે સાઉથની બે અલગ-અલગ ભાષામાં ડબિંગ કરવ્યું હોવાની શક્યતાને સમર્થન મળ્યું છે. તમિલમાં કોના અવાજમાં ડબિંગ છે તે અંગે સસ્પેન્સ ચાલી રહ્યું છે. 31 ઓગસ્ટે ટ્રેલર રિલીઝ થાય ત્યારે તેની પણ ખબર પડી જશે. ઉલ્લેખનીય છે કે, જવાનની હિન્દી સ્ક્રિપ્ટ માટે કરણ જોહરે એટલીને મદદ કરી હતી. જવાનની સાથે શાહરૂખની પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તેમાં સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા લીડ રોલમાં છે. આ ઉપરાંત વિજય સેતુપતિએ વિલનનો રોલ કર્યો છે. દીપિકા પાદુકોણ પણ કેમિયો કરવાની છે. જવાનમાં સાઉથ અને બોલિવૂડનું કોમ્બિનેશન કરવાનો પ્રયાસ શરૂઆતથી થઈ રહ્યો છે. તેમાં પણ સાઉથના ઓડિયન્સ માટે શાહરૂખની એક્ટિંગ અને તેમના માનીતા સ્ટારના અવાજનો કોમ્બો મળે તો જવાનની સફળતાના ચાન્સ વધી શકે છે. શાહરૂખે પોતાની પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ માટે પઠાણ કરતાં પણ વધુ જોર લગાવ્યું છે. તેના ટ્રેલરને દુબઈના બુર્ઝ ખલિફા પરથી રિલીઝ કરવાનો પ્લાન છે. રિલીઝના 20 દિવસ પહેલાથી યુએસએમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. 450 લોકેશન પર ફિલ્મની 13750 ટિકિટ વેચાઈ ગઈ છે. ભારતમાં એડવાન્સ બુકિંગ શરૂ કરતાં પહેલા અમેરિકામાં દમદાર પ્રમોશન શરૂ કરીને શાહરૂખે જવાનની એન્ટ્રીને ગ્લોબલ બનાવવાનો નિર્ણય લીધો છે.