ઝુંડાલમાં રહેતા ફાર્માસિસ્ટ અને નાના ચિલોડાના ફરસાણના વેપારી કોરોનાની ઝપટ

0
1199

ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા નથી તેમ રવિવારે ઝુંડાલમાં રહેતા ફાર્માસિસ્ટ અને નાના ચિલોડાના ફરસાણના વેપારી કોરોનાની ઝપટમાં આવ્યા પરથી લાગી રહ્યું છે. બન્ને યુવાનોના સંપર્કમાં આવેલા 12 વ્યક્તિને કોબા પ્રેક્ષાભારતી ખાતે ફેસીલીટી ક્વોરન્ટાઇન કરાયા છે. 51 વર્ષીય ફાર્માસિસ્ટના કોરોના પોઝિટિવ અંગે પુછતા જણાવ્યું છે કે તે જિલ્લામાં રહે છે, પરંતું તે કેસને રાજ્યના આરોગ્ય વિભાગે જિલ્લામાં ગણ્યો નથી. જિલ્લાના ગાંધીનગર તાલુકાના બોર્ડરના ગામોની છેલ્લા સર્વે નંબરની સોસાયટીમાં રહેતા બે યુવાનો કોરોનાની ઝપટમાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ નાના ચિલોડાની ક્રિષ્ના સોસાયટીમાં રહેતા અને ફરસાણનો વ્યવસાય કરતા 31 વર્ષીય યુવાનને છેલ્લા ચારેક દિવસથી તાવની બિમારી હતી. જેમાં ગત શનિવારે ગળામાં દુ:ખાવો થતો હોવાથી સ્થાનિક તબીબની પાસે સારવાર માટે ગયો હતો. જોકે બિમારીના લક્ષણો કોરોના જેવા જોવા મળતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો હતો. અમદાવાદ સિવીલમાં યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો જ્યારે તેના 60 વર્ષીય પિતાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. દરમિયાન નાના ચિલોડાના વેપારી યુવાનના ક્લોઝ સંપર્કમાં આવેલી ચાર વ્યક્તિઓને કોબા પ્રેક્ષાભારતી ખાતે ફેસેલીટી ક્વોરન્ટાઇન કરાઇ હતી. વેપારી ખરીદી માટે અવાર નવાર હાઇરિસ્ક એવા અમદાવાદના માધુપુર, નરોડા, કાલુપુર સહિતના વિસ્તારોમાં ગયો હોવાથી ત્યાંથી તેને કોરોનાનો ચેપ લાગ્યાનું પ્રાથમિક અનુમાન હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here