સુરતમાં કટરથી તિજોરી કાપી 20 કરોડથી વધુના હીરાની ચોરી કરવાની ચકચારી ઘટના બની છે. તહેવારોની રજામાં ડી.કે.એન્ડ સન્સ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જતા જતા ચોર પોતાની સાથે CCTV-DVR પણ લઈ ગયા. ચોરીની ફરિયાદ બાદ DCP-FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી.સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરીનો બનાવ બન્યો છે. ઓફિસની તિજોરી કટરથી કાપી ચોર ડાયમંડ અને રોકડા લઈ ફરાર થયા. ચોર ટોળકીએ ફેક્ટરીમાં લાગેલા તમામ સીસીટીવીની તોડફોડ કરી હતી. જેના બાદ સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ કંપનીમાં પહોંચી છે. ઘટનાની જાણ થતા DCP, ACP સહિતની ટીમ અને FSL ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. 25 કરોડની હીરાની ચોરીનો આંકડો સામે આવ્યો છે.






