દમણની જાહેરસભામાં અમિત શાહે કર્યો હૂંકાર….

0
216

લોકસભાની ચૂંટણીને આડે હવે ત્રણ દિવસો બચ્યા છે ત્યારે ગુજરાતમાં રાજકીય પક્ષના અગ્રણીઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બોડેલી, વાંસદા ખાતે જાહેરસભાને સંબોધન કરીને દમણ પહોંચ્યા હતા જ્યાં તેમણે વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું હતું.દમણમાં યોજાયેલી જાહેરસભામાં અમિત શાહે કહ્યું હતું કે દમણ દીવ અને દાદરા નગર હવેલીના આઝાદીના સ્વતંત્ર સેનાનીઓને નમન કરું છું. 2024ની ચૂંટણીને લઇ લોકો સામે માત્ર બે જ વિકલ્પ છે એક બાજુ ચાંદીની ચમચી લઈને પેદા થયેલા રાહુલ ગાંધી અને બીજી બાજુ ગરીબ ચા વેચવાવાળાના ઘરે પેદા થયેલા નરેન્દ્ર મોદી છે. એક બાજુ ગોટાળાઓ કરવા વાળા ઈંડી ગઠબંધન છે તો બીજી બાજુ અત્યાર સુધીના શાસનમાં 25 પૈસાનો પણ ભ્રષ્ટાચારનો આરોપ નહીં લાગેલા નરેન્દ્ર મોદી છે.