દારૂ પીને ગાડી ચલાવી રહેલી મહિલાએ પોલીસ સાથે કર્યું ગેરવર્તન

0
362

વડોદરામાં એક મહિલા દારૂ પીને ગાડી ચલાવી રહી હતી ત્યારે તેની કાર અન્ય એક કાર સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેણે તે કારમાં સવાર પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્ટેશનના કર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે મહિલાએ પોલીસકર્મીઓ સાથે પણ તકરાર કરી હતી અને એક હોમગાર્ડને લાફો મારી દીધો હતો.વડોદરામાં દારૂ પીને એક મહિલા દ્વારા કરવામાં આવેલી બબાલની ઘટના સામે આવી છે. ગોત્રી પોલીસે રવિવારે દારૂ પીને ગાડી ચલાવવા, પોલીસકર્મીઓ સાથે અયોગ્ય વર્તન કરવા અને હોમગાર્ડને લાફો મારવા બદલ એક મહિલાની ધરપકડ કરી છે. રવિવારે વહેલી સવારે આ મહિલા કથિત રીતે દારૂ પીને ગાડી ચલાવી રહી હતી ત્યારે વડોદરાના વાસણા રોડ પર ગુરૂકુલ પાર્ટી પ્લોટ નજીક તેની કાર અન્ય વાહન સાથે ટકરાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જ્યારે મહિલાની કાર અન્ય વાહન સાથે અથડાઈ ત્યારે તે મહિલાએ અન્ય કારમાં ટ્રાવેલ કરી રહેલા પરિવાર સાથે કથિત રીતે ઉગ્ર બોલાચાલી કરી હતી. મહિલાએ થોડા સમય માટે ગોત્રી પોલીસને પણ ગાંઠી ન હતી. પોલીસે મહિલાને તેની કારમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું. પોલીસે મહિલાને કારમાંથી બહાર આવવા વિનંતીઓ પણ કરી હતી. જોકે, મહિલાએ કથિત રૂપે પોલીસ સાથે દુર્વ્યવહાર ચાલુ રાખ્યો હતો અને તેમની સામે કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી.