દિવાળી પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવશે ગુજરાત

0
92

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 22 ઓક્ટોબરનાં રોજ સવારે અમિત શાહ ગુજરાત આવશે અને આણંદનાં મહેમાન બનશે. 22 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો જન્મદિવસ પણ છે. જન્મદિવસે દેશનાં ગૃહમંત્રી NDDB નાં મહેમાન બનશે. જ્યારે 31 ઓક્ટોબરે સાળંગપુર હનુમાનજી મંદિરે યોજાનાર મારુતિ યજ્ઞમાં દેશનાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ભાગ લેશે.