દેશને હચમચાવવા માટેના આતંકી ષડયંત્રનો પર્દાફાશ……

0
328

જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણાના ફરિદાબાદની મેડિકલ કોલેજમાંથી બાતમીના આધારે 360 કિલોગ્રામ શંકાસ્પદ એમોનિયમ નાઈટ્રેટ, એક એવો પદાર્થ જે વિસ્ફોટકો બનાવવામાં વપરાય છે, અસોલ્ટ રાઈફલ અને અન્ય હથિયાર જપ્ત કર્યા. તાજેતરમાં હથિયારોના એક કેસમાં એક કાશ્મીરી ડોક્ટરની ધરપકડ બાદ તેણે આપેલી બાતમીના આધારે આ સામાન જપ્ત કરાયો હતો. ડો. અદિલ અહેમદની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે ફરિદાબાદની અલ ફલહ હોસ્પિટલમાં રેડ મારવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં કાર્યરત અન્ય એક ડોક્ટર મુઝમિલ શકીલની પણ ધરપકડ કરાઈ.