દેશમાં દેવસેવાની સાથે દેશસેવા પણ થઈ રહી છે

0
234

મહેસાણાના તરભમાં વાળીનાથ ભગવાનના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે મોદીની ગૅરન્ટીનું લક્ષ્ય સમાજના અંતિમ પાયદાન પર ઊભેલા દેશવાસીનું જીવન બદલવાનું છે એટલે એક તરફ દેશમાં દેવાલય પણ બને છે, તો બીજી તરફ કરોડો ગરીબોનાં પાકાં ઘર પણ બની રહ્યાં છે

અમદાવાદ : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના તરભમાં વાળીનાથ ભગવાનના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દેશમાં દેવસેવા પણ થઈ રહી છે, દેશસેવા પણ થઈ રહી છે. મોદીની ગૅરન્ટીનું લક્ષ્ય સમાજના અંતિમ પાયદાન પર ઊભેલા દેશવાસીનું જીવન બદલવાનું છે એટલે એક તરફ દેશમાં દેવાલય પણ બને છે તો બીજી તરફ કરોડો ગરીબોનાં પાકાં ઘર પણ બની રહ્યાં છે.’