દેશમાં હવામાનનો મિજાજ બદલાયો,કોલ્ડ વેવ બાદ વરસાદ અને કરાની આફત

0
167

દેશમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે, રહી રહીને કડકડથી ઠંડી પડી રહી છે. કોલ્ડ વેવ, ધુમ્મસ, હિમવર્ષા પછી હવે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી-NCRથી લઈને યુપી-બિહાર સુધી વરસાદની સંભાવના છે. પંજાબ-હરિયાણાથી લઈને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીમાં વરસાદ થવાથી ઠંડીનું જોર વધવાની સંભાવના થઈ રહી છે. વરસાદ પત્યા પછી તરત જ તાપમાનનો પારો ઉપર ચઢવાનું શરુ કરશે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ભારતમાં 26 જાન્યુઆરી સુધી વરસાદ અને કરા પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આગામી બે દિવસ હિમાલય વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમમાં વરસાદ નોંધાયો છે. હવે 27મી જાન્યુઆરીની રાતથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારને પ્રભાવિત કરી શકે છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના ઘણાં વિસ્તારોમાં આજે એટલે કે 25મી જાન્યુઆરીએ કરા સાથે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 28 જાન્યુઆરી સુધી વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે પશ્ચિમ ભારતમાં 28 અને 29 જાન્યુઆરીએ વરસાદ થવાની સંભાવના છે.