નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રી : આ વર્ષે મિલન સમારોહ મોકૂફ

0
1039

વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવતાં
જણાવ્યું છે કે પર્વો – ઉત્સવો – તહેવારો ઉમંગ
અને ઉલ્લાસ સાથોસાથ સમજાજીવનમાં નવી
તાજગી અને ચેતનાનો સંચાર કરતા હોય છે.
વિક્રમ સંવતનું નૂતન વર્ષ સૌ માટે ખૂબ
સમૃદ્ધિવાળું નિવડે તેવી શુભેચ્છા આપતાં
સ્પષ્ટપણે જણાવ્યું કે કોરોનાની મહામારી
વચ્ચે આપણે સૌ નિયમોનું પાલન કરી પર્વ ઉજવીએ. શ્રી વિજયભાઈ રૂપાણીએ
સંયમ સાથે ઉત્સવો ઉજવવા અને સાથોસાથ
કોરોનાથી દૂર રહેવા હાર્દભરી અપીલ કરતાં
માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, દો ગજ કી દૂર જેવા
નિયમો અવશ્ય પાળવા પર અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ હારશે કોરોના – જીતશે
ગુજરાતનો સંકલ્પ નૂતન વર્ષે ચરિતાર્થ
કરવાની પ્રેરણા આપતા સૌને નૂતનવર્ષની
શુભેચ્છાઓ આપી છે. મુખ્યમંત્રીશ્રી
વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન  કોરોના
(કોવિડ-૧૯)ની સર્જાયેલી સ્થિતિને ધ્યાને લઈ
આગામી તા.૧૦ નવેમ્બર,૨૦૨૦ના નૂતવર્ષ
દિન નિમિત્તે પ્રજાજનો-નાગરિકો સાથે
શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન
વર્ષાભિદનંદન  મિલન સમારંભ આ વર્ષે મોકૂફ
રાખવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here