પાક વીમો ચૂકવવામાં વિલંબ કરતા SBI ઈન્સ્યોરન્સ કંપની બ્લેક લિસ્ટ

0
1632

વર્ષ 2017માં સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા અને આણંદમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને નિયુક્ત કરાઈ હતી. આ વિસ્તારના ખેડૂતો દ્વારા પાક નિષ્ફળ જવા અંગે રજૂ કરાયેલા દાવા કંપની દ્વારા મંજૂર કરવામાં વિલંબ કરાયો હતો.
સરકારે વીમા કંપનીને અનેક વખત સૂચના આપી કંપનીએ એવું કારણ આપ્યું હતું કે આ સ્થાનિક આપત્તિ નથી જેથી વીમાની રકમ મળી શકે તેમ નથી. સરકારે વીડિયો કોન્ફરન્સ અને પત્રો મારફતે વીમા કંપનીને અનેક વખત સૂચના આપી હોવા છતાં કંપનીએ વળતરની રકમ સમયસર ચૂકવી ન હતી. આખરે સરકારે કંપનીને બેદરકારી બદલ બ્લેક લિસ્ટમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here